રેલવે ટ્રેક ઉપર કુદરતી હાજતે જવાથી અકસ્માત મોરબી : મોરબી તાલુકાના લાલપર નજીક રેલવે ટ્રેક પર કુદરતી હાજતે ગયેલા ઓરિસ્સાના શ્રમિક યુવકનું ધસમસતી ટ્રેનની ઠોકરે મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.19ના રોજ મોડી સાંજના સમયે લાલપર ગામની સીમમાં આવેલ કોરલ વિટ્રીફાઇડ સીરામીકમાં કામ કરતા મુળ ઓરિસ્સા રાજ્યના વતની દીપકભાઈ પ્રમોદભાઈ બાદી ઉ.35 નામનો યુવક રેલવેના પાટા પાસે કુદરતી હાજતે ગયો હતો. આ સમયે ધસમસતી ટ્રેન આવી જતા ટ્રેનની ઠોકરથી પગમાં તેમજ માથાના ભાગમાં દિકપભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.