મોરબી : મોરબીમાં બિલિવ ફાઉન્ડેશન દ્વારા આગામી તા. 25-10-2025ના રોજ સાંજે 4 કલાકે, ભઠાવાળી લાઈન, સોઓરડી મેઇન રોડ, મોરબી ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓને તેમજ વર્ષ 2024/25માં સરકારી ક્ષેત્રમાં નવ નિયુક્ત થયેલ કર્મચારી/અધિકારીઓને તેમજ ઉચ્ચા હોદ્દા પર પ્રમોશન મેળવનાર કર્મચારી /અધિકારીના સન્માન તેમજ અન્ય ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરેલા હોય,જિલ્લા લેવલે રાજ્ય લેવલે નામના મેળવેલ હોય તેવા સમાજના વ્યક્તિ વિશેષનું સન્માન કરવામાં આવશે. તેમજ કાર્યક્રમ પૂર્ણ થયે સ્વરૂચી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.