વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર ગામના તળાવ પાસે પ્લેઝર મોટર સાયકલ લઈને જઈ રહેલા સુરેશભાઈ ભુદરભાઈ અગેચણિયા ઉ.39 નામનો યુવાન અકસ્માતે પડી જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.