મોરબી : મોરબી જિલ્લાના પંચાસર ગામે આવેલા શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે તા. 2-11-2025 ને રવિવારના રોજ સાંજે 7 કલાકે શ્રી શક્તિદેવી જન્મ મહાઉત્સવ નિમિત્તે શ્રી શક્તિદેવીના 950 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મહાઆરતીનો લાભ લેવા રાજશક્તિ ગૃપ પંચાસર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.