ટંકારા : ટંકારાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાત રમેશ બસિયાએ માવઠા અંગે મહત્વની આગાહી કરી છે. તેઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે જૂન 2025 થી સપ્ટેમ્બર 2025 ચોમાસા દરમ્યાન દર મહિનાના છેલ્લા દિવસોમાં વરસાદ પડ્યો છે અને આ મહિનાના પણ છેલ્લા દિવસોમાં માવઠું થવાની શક્યતા છે.હાલ એક ડિપ્રેશન સિસ્ટમ અરબીસમુદ્રમાં છે એ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધશે અને ધીરે ધીરે ગુજરાત નજીક આવશે અને આ બાજુ બંગાળની ખાડીમાં પણ મજબૂત સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ 27 કે 28 ઓક્ટોબરે તામિલનાડુ અને આંધ્રપ્રદેશના કાંઠે જમીન ઉપર આવશે એટલે આ સિસ્ટમના ભેજ અને અરબીસમુદ્રની સિસ્ટમની અસરને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં 25 ઓક્ટોમ્બર થી 30ઓક્ટોમ્બર દરમ્યાન હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે માવઠું થશે. સૌરાષ્ટ્રના દરિયાકાઠો વિસ્તાર એટલે કે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને રાજકોટ જિલ્લામાં ભારે માવઠું થાય તેવી શક્યતા છે. અમુક વિસ્તારમાં 50 મી.મી. કે તેથી વધુ વરસાદ થાય તેવી શક્યતા છે. બાકીના વિસ્તાર અને મોરબી જિલ્લામાં પણ હળવો થી મધ્યમ વરસાદ એટલે કે અમુક વિસ્તારમાં 35 મી.મી. કે તેથી વધુ વરસાદ પડી શકે છે. આગાહી સમય દરમ્યાન તાપમાન ઘટશે અને ભેજનું પ્રમાણ વધશે અને પવનની દિશા વાતાવરણમાં અસ્થિરતા હોય ફર્યા રાખશે. સિસ્ટમ આધારિત વરસાદનો રાઉન્ડ હોય આગળ વરસાદના વિસ્તાર અને માત્રામાં કઈ ફેરફાર થશે તો અપડેટ આપવામાં આવશે.