મોરબી: મોરબી-માળીયા નેશનલ હાઈવે પર ભરતનગર ગામ પાસે ક્ષમતા કરતા અનેક ગણા વધારે મુસાફરો ભરેલા એક વાહન જોવા મળ્યું હતું. વાહનચાલકે બેફિકરાઈથી ઠસોઠસ મુસાફરો ભર્યા હોવાથી ગમે ત્યારે અકસ્માત થવાની અને ગાડી પલટી જવાની ભીતિ સર્જાઈ છે. ભરચક ભરેલા આ વાહન રસ્તા પર જોખમી રીતે દોડતા મુસાફરોની સુરક્ષા જોખમાઈ રહી છે. ઠસોઠસ ભરેલી આ ગાડી જો પલટી જાય તો મોટી જાનહાની થવાની સંભાવના છે. ત્યારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને મુસાફરોની જીંદગી જોખમમાં મૂકનારા આવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.