21 દિવસ જગ્યા આપવા અપીલમોરબી: રાજપૂત અને કાઠી ક્ષત્રિય સમાજના યુવાનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની આગામી ભરતીઓમાં સફળતા મળે તે હેતુથી એક ભવ્ય 21 દિવસીય તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.ફેબ્રુઆરીની શરૂઆતમાં ભારતભરમાંથી અંદાજે 1000 રાજપૂત સમાજના દીકરાઓ માટે આ ભવ્ય તાલીમ કેમ્પ યોજાશે. સમાજને ઉન્નતિના માર્ગે લઈ જવાના આ નવતર પ્રયાસને સફળ બનાવવા ગુજરાત રાજપૂત સમાજના દરેક વ્યક્તિને આ 'મહાયજ્ઞ'માં સહભાગી થવા અને યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે. સમાજના તલાટીથી કલેક્ટર સુધીના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓથી IPS અધિકારીઓ તેમજ શિક્ષિત વર્ગનો સાથ-સહકાર અને સૂચનો આવકાર્ય છે.તાલીમ કેમ્પ માટે હાલ મળેલું ગ્રાઉન્ડ નાનું હોવાથી, ગાંધીનગર, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ અને રાજકોટ જિલ્લાઓમાં પોતાની માલિકીની અથવા સમાજની કોઈ સારી મોટી જગ્યા માત્ર 21 દિવસ માટે આપવા ઈચ્છુક વ્યક્તિઓને પ્રવિણસિંહજી ઝાલા (જૂના સાદુળકા, ભારતીય થલ સેના) મો. નં (9998855221) પર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.