મોરબી: ઝાલા રાજવંશના કુળમાતા શ્રી શક્તિદેવીનો 950મો જન્મોત્સવ (શક્તિ એકાદશી) ભવ્ય રીતે ઉજવાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે તલવારબાજી ટીમ શકત શનાળા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.વિક્રમ સંવત 2082ના કારતક સુદ-11 ને, તારીખ 02/11/2025 ને રવિવારના રોજ શ્રી શક્તિધામ, શકત શનાળા ખાતે આ મહાઉત્સવ યોજાશે. આ દિવસે સાંજે 07:00 કલાકે શ્રી શક્તિદેવીને 950 દિવાની મહાઆરતી કરવામાં આવશે. તલવારબાજી ટીમ શકત શનાળા અને રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આ દિવ્ય મહાઆરતીના ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પથ પ્રેરક તરીકે ઇષ્ટદેશ ઝાલાવાડ ઇતિહાસ સંશોધન મંડળ સેવા આપી રહ્યું છે.