મોરબી: વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષના શુભારંભ નિમિત્તે મોરબીના લજાઈ ગામમાં બજરંગ મંડળ, મસોત શેરીના યુવાનો અને ભાઈઓએ આ પાવન પર્વ નિમિત્તે હનુમાન ચોક ખાતે ભવ્યથી અતિ ભવ્ય રંગોળી બનાવીને સમગ્ર ચોકને સુંદર રીતે સુશોભિત કર્યો હતો. આ રંગોળી દ્વારા ચોકની શોભામાં વધારો થયો હતો. બજરંગ મંડળ લજાઈ તરફથી સૌ નગરજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.