બે દિવસ પૂર્વે બનેલા બનાવમાં પાંચ વિરુદ્ધ ગુન્હો દાખલહળવદ : હળવદ શહેરમાં બાબા સાહેબ શોપિંગ સેન્ટર નજીક બે દિવસ પૂર્વે જુના ઝઘડા બાબતે થયેલ મારામારી પ્રકરણમાં છરીઓ ઉડતા બન્ને પક્ષે ઇજાઓ થઈ હતી. મારામારીના આ બનાવમાં અગાઉ ફરિયાદ નોંધાયા બાદ ગઈકાલે વળતી ફરિયાદ નોંધાઇ છે જેમાં ફરિયાદી મનસુખભાઇ પૂંજાભાઈ પરમાર રહે. જુના દલિતવાસ હળવદ વાળાએ આરોપી (૧) અમન હસમુખભાઇ પરમાર (૨) કાર્તિક હસમુખભાઇ પરમાર (૩) મોહીત હસમુખભાઇ પરમાર (૪) કલ્પેશ હસમુખભાઇ પરમાર (૫) હિંમત કાનજીભાઇ પરમાર રહે બધા-બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળાઓ વિરુદ્ધ અગાઉ તેમના કૌટુંબિક ભાઈએ ફરિયાદ કરી હોય જેનો ખાર રાખી છરી વડે હુમલો કરી આરોપીઓએ ફરિયાદી તેમજ સાહેદને ઇજાઓ પહોંચાડી હોવાનું જાહેર કરતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.