ટ્રેન સાથે અથડાતા યુવકનું મૃત્યુ, પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો,એક યુવકનું બીપી ઘટી ગયુંમોરબી : મોરબી શહેર અને જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું હોય તેવી સ્થિતિમાં અપમૃત્યુના છ બનાવ બન્યા હતા જેમાં મોરબી શહેર, ટંકારાના ઘુનડા, બગથળા, વાવડી રોડ, જુના રફાળેશ્વર, લાલપરમા અલગ અલગ કારણોસર અપમૃત્યુના બનાવો બન્યા હતા.પ્રથમ બનાવમાં ટંકારાના ઘુનડા સજ્જનપર ગામે હરેશભાઇ પાટડીયાના પ્લોટમાં રહેતા મૂળ બિહારના વતની ચંદનકુમાર અમેરિકા તિવારી ઉ.27 નામના યુવકનું છાતીમાં દુખાવો ઉપડતા મોરબી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. બીજા બનાવમાં મોરબીના રફાળેશ્વર ગામે વેલ્સા કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ગોપાલભાઈ હુકમસિંહ યાદવ ઉ.20 નામના યુવકે ઝાડ ઉપર લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે ત્રીજા બનાવમા મૂળ શિવાન બિહારના વતની અને હાલમાં લાલપર ગામે રહેતા કુમા અમિતકુમાર કુમારી ઉ.20 નામના પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.અપમૃત્યુના ચોથા બનાવમાં ગત તા.19 સપ્ટેમ્બરના રોજ જુના રફાળેશ્વર નજીક ટ્રેન સાથે અથડાતા માથામાં ઇજા થયા બાદ પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલમાં સારવાર બાદ પાડા પુલ પાસે બેભાન હાલતમાં મળી આવેલ મૂળ મધ્યપ્રદેશના અમનકુમાર ઉર્ફે બાહુબલી બાલકૃષ્ણ ચતુર્વેદી ઉ.29નું રાજકોટ સિવિલમાં મૃત્યુ નીપજ્યું હતું. પાંચમા બનાવમાં મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં વિરાના કારખાનામાં રહેતા રોહિતકુમાર અશોકસિંહ કનીજીયા ઉ.25 નામના મૂળ ઉત્તરપ્રદેશના યુવનનું લેબર કોલોનીમાં લાકડાની બાલ્કનીમાંથી પડી જતા માથામાં ગંભીર ઇજા થતાં મૃત્યુ નીપજ્યું હતું. ઉપરાંત છઠ્ઠા બનાવમાં મોરબીના વાવડી રોડ ઉપર ઉમિયા પાર્કમાં રહેતા વિશાલ હિતેશભાઈ ઝાલા ઉ.28 નામના યુવકનું બીપી ઘટી જતાં પડી જવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.