મોરબી: મૂળ મકાજી મેઘપર હાલ મોરબી નિવાસી રમણીકલાલ મગનલાલ ત્રિવેદી (રમણીક મામા શાસ્ત્રી) તેઓ સ્વ.મગનલાલ મેઘજીભાઈ ત્રિવેદીના પુત્ર, સ્વ.દીનેશભાઈ તથા સ્વ.કાંતિલાલના ભાઈ, તેમજ વિમલભાઈ, પિયુષભાઈ તથા રાજુભાઈ અને મંદાકિનીબેનના પિતા, હર્ષિલ, કૌશલ, સ્મિત, ધ્રુવીલ, હર્ષિતા, જીનલ અને ઉર્વશીના દાદાનું તારીખ 20-10-2025 ના રોજ અવસાન થયું છે. સદગતનુ ઉઠમણું તારીખ 23-10-2025 ને ગુરૂવારે સાંજે 04:00 થી 06:00 કલાકે પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ, મોરબી -2 ખાતે રાખવામાં આવ્યું છે.