હળવદ : હળવદ શહેરમાં બસસ્ટેન્ડ પાછળ રહેતો કલ્પેશ હસમુખભાઈ રાઠોડ ઉ.19 નામનો યુવક ગત તા.19ના રોજ સવારના સમયે આંબેડકર કોમ્પ્લેક્સ પાસે પાનની દુકાને સિગારેટ પીવા ગયો હતો ત્યારે જુના ઝઘડાનો ખાર રાખી આરોપી મનસુખભાઇ પૂંજાભાઈ રાઠોડ, મુકેશ લવજીભાઈ રાઠોડ, ઉત્તમ પ્રવીણભાઈ રાઠોડ તેમજ જીતુ જગાભાઇ રાઠોડ રહે.તમામ સરા રોડ વાળાઓએ લાકડી અને પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.