એક આરોપી ઝડપાઇ ગયો, એક ફરાર : બોલેરો કબ્જે લેવાઈમોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર નજીકથી મોરબી તાલુકા પોલીસે બોલરો ગાડીમાં બે બળદને ક્રૂરતાપર્વક બાંધી કતલખાને લઈ જઈ રહેલા એક શખ્સને દબોચી લઈ પશુપ્રત્યે ક્રુરતા આચરવા સબબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.પોલીસ કાર્યવાહી દરમિયાન એક શખ્સ નાસી ગયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર નજીકથી ગૌસેવકોની સાથે રહી બાતમીને આધારે જીજે - 13 - એટી - 3351 નંબરની બોલેરો અટકાવી તલાશી લેતા બોલેરો વાહનમાં બે જીવિત બળદ ક્રૂરતા પૂર્વક બાંધી કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવતા બોલેરો ચાલક આરોપી જીવણભાઈ સંતુ માનઠાકુર ઉ.25 રહે.હાલ શનાળા રાજપર ગામની સીમ, ઉપેશભાઈ હિરજીભાઈ પાડલીયાની વાડીમાં, મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાને ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન અન્ય એક આરોપી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદી રામજીભાઈ શિવાભાઈ મૈયારા રહે.રવાપર નદી ગામ વાળાની ફરિયાદના આધારે આરોપી જીવણભાઈ તેમજ નાસી જનાર શખ્સ વિરુદ્ધ પશુપ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ અન્વયે ગુન્હો નોંધી ત્રણ લાખની બોલેરો ગાડી કબ્જે કરી બન્ને બળદોને પાંજરાપોળ મોકલી આપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.