બીમારી સબબ મૃત્યુ બાદ જંગલી જનાવરોએ લાશને ફાડી કાઢી : શરીરના અંગો વેરવિખેર હાલતમાં મળી આવ્યાહળવદ : હળવદ શહેરથી ત્રણેક કિલોમીટર દૂર રાતકડી હનુમાનજી મંદિર નજીક અજાણ્યા પુરુષની માથું અને ધડ અલગ અલગમાં હોય તેવી લાશ મળી આવવા પ્રકરણમાં પોલીસ તપાસમાં આ મૃતદેહ મેલડી માતાજીના મંદિરે રહેતા મૂળ લીંબડી ગામના વૃદ્ધની હોવાનું ખુલ્યું છે. બીમારી સબબ મૃત્યુ બાદ લાશને જંગલી જાનવરોએ ફાડી ખાઈ શરીરના અંગ વેરવિખેર કરી નાખ્યા હોવાનું સામે આવતા હાલ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ બે દિવસ પૂર્વે સાંજના સમયે હળવદના રાતકડી હનુમાનજી મંદિર નજીક માથું, ધડ તેમજ શરીરના અંગો અલગ અલગ હાલતમાં પડ્યા હોય તેવી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. આ પ્રકરણમાં હળવદ પોલીસે તપાસ કરતા મૃતદેહ મેલડી માતાજીના મંદિરે રહેતા મૂળ લીંબડી ગામના વતની ઇશ્વરગીરી ઉર્ફે ઇશો ભાનુગીરી ગોસાઈ ઉ.60ની હોવાનું સામે આવ્યું હતું. વધુમા ઇશ્વરગીરીનું કોઈ કારણોસર મૃત્યુ થયા બાદ જંગલી જનાવરોએ લાશને ફાડી ખાધી હોવાનું અને શરીરના અંગ વેરવિખેર કરી નાખ્યા હોવાનું તપાસમાં ખુલતા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ ચાલુ રાખી છે.