મોરબી : મોરબી મહાનગરપાલિકા તથા ઈન્ડિયન લાયન્સ ક્લબનાં સંયુક્ત ઉપક્રમે 19 ઓક્ટોબરનાં રોજ ઓપન મોરબી રંગોળી સ્પર્ધાનું આયોજન ઓમ શાંતિ વિદ્યાલય ખાતે કરવામા આવ્યુ હતું. આ તકે ઈન્ડિયન લાયન્સ ક્લબ અને દ્વારા ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રોત્સાહીત ઈનામ તથા મોરબી મહાનગરપાલિકા તથા ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્રારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકા દ્વારા પ્રથમ નંબર આવનારને 2500/- રૂપિયાનો ચેક, બીજા નંબર આવનારને 1500/- રૂપિયાનો ચેક તથા ત્રીજા નંબર પર આવનારને 1000/- રૂપિયાનો ચેક ઈનામ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ રંગોળી સ્પર્ધામાં જજ દીશાબેન મહેતા તથા ચંદ્રીકાબેન પલાણ બંન્ને જજ દ્વારા પ્રથમ નંબર સપનાબેન પારસભાઈ ધુમલીયા, બીજો નંબર હીનાબા પુષ્પરાજસિંહ જાડેજા તથા ત્રીજો નંબર માનસીબેન વિજયભાઈ પરમારને વિજેતા જાહેર કરવા મા આવ્યા હતા. પરંતુ આ ત્રણ નંબર સિવાય પણ ધણી બઘી રંગોળી એવી હતી કે તે રંગોળી આંખે વળગીને ઉઠી આવતી હતી. ત્યારે ઈન્ડિયન લાયન્સ ક્લ્બ દ્વારા તેવી બે રંગોળી કરનાર સ્પર્ધકને રોકડ પ્રોત્સાહન ઈનામ સાથે બંન્ને રંગોળી કરનાંર સ્પર્ધકને બીરદાવ્યા હતા. જ્યારે બંન્ને સ્પર્ધકમાંથી એક તો ફક્ત આઠ વર્ષની દીકરી જેનું નામ હેની ચંદે છે તેના દ્વારા કરવામાં આવેલ રંગોળી જોઈ સૌ કોઈ અભિભુત થઈ ગ્યા હતા. સાથે જ આ રંગોળી સ્પર્ધામાં મેક ઈન ઈન્ડિયા, વિકસીત ભારત તથા ઈન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ રુચિરભાઈ કારીયા તથા બધાં જ સભ્યો દ્વારા રા બનાવવામાં આવેલી ઓપરેશન સિંદુરની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી.