મોરબી : મોરબીના બગથળા ગામે તા. 21-10-2025 ને મંગળવારના રોજ રાત્રે 9:30 કલાકે ગૌશાળાના લાભાર્થે પ્રેમરસ અને કરૂણરસથી ભરપુર ઐતિહાસિક નાટક 'નાગમતી નાગવાળો' યાને જુગ જુગની પ્રિત અને પેટ પકડીને હસાવતું કોમિક 'ધડા વગરનો ધણી અને બાયડીની બળતરા' ભજવવામાં આવશે. તો આ નાટક નિહાળવા તથા ગૌસેવાના ભગીરથ કાર્યમાં સહભાગી થવા શ્રી અભિલાષા યુવક ટ્રસ્ટ તથા સમસ્ત બગથળા ગામ તરફથી સર્વને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.