સિરામિક ફેકટરીમાં સિક્યુરિટીમા નોકરી કરતા સરદારજી ગ્રુપે વાણંદની દુકાનમાં બઘડાટી બોલાવીવાંકાનેર : વાંકાનેરની ઢુંવા ચોકડી નજીક વાણંદની દુકાનમાં બે દિવસ પૂર્વે પંજાબના થયેલ માથાકૂટ ઝઘડાનો ખાર રાખી બે સરદારજી ગ્રુપ સામસામે આવી જતા કીરપાણ અને પાઇપ લઈ બઘડાટી બોલાવતા બન્ને પક્ષે ઇજાઓ થઈ હતી. સરદારજીઓ વચ્ચે બોલી ગયેલ બઘડાટીમાં હાલ સામસામી ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ પંજાબના વતની અને હાલમાં ઢુંવા નજીક કમાન્ડર સીરામીકમાં સિક્યુરિટીમાં નોકરી કરતા જસનીતસિંગ બલવિંદરસિંગ ગીલ ઉ.34એ આરોપી દિલબાગ સુખદેવસિંગ, પ્રતિપાલસિંગ જસવીરસિંગ રહે.પેગવીન સિરામિક બંધુનગર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ વતન પંજાબમાં થયેલ માથાકૂટનો ખાર રાખી આરોપીઓએ ઢુંવા ચોકડી પાસે દેવદીપ હેરડ્રેસરમાં ફરિયાદી વાળ કપાવતા હતા ત્યારે આરોપીઓએ ઝઘડો કરી કિરપાણ માથાના ભાગે ઝીકી દેતા ઇજાઓ પહોંચી હતી.સામાપક્ષે મૂળ પંજાબ અને હાલમાં પેગવિન સીરામીકમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા દિલબાગ સુખદેવસિંગ ઓલક ઉ.32 નામના યુવકે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ દેવદીપ હેરડ્રેસરમાં વાળ કપાવવા ગયા હતા ત્યારે આરોપી જસનીતસિંઘ બલવિંદરસિંગ ગીલ, ગુરુસેવક ગુરમીતસિંગ ગીલ સાથે ભેટો થઈ જતા પંજાબમાં થયેલ માથાકૂટનો ખાર રાખી ફરિયાદી તેમજ સાહેદોને કિરપાણ તેમજ લોખંડના પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.