ટંકારા: દિવાળીના પાવન પર્વ નિમિત્તે ટંકારા પોલીસ સ્ટાફ અને 'શી ટીમ' દ્વારા માનવતાવાદી પહેલ કરવામાં આવી હતી. ટીમે ખાખરાં ગામ ખાતે આવેલા બાળ આશ્રમની મુલાકાત લીધી હતી અને ત્યાંના અનાથ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પોલીસ ટીમ બાળકોને ફટાકડા અને મીઠાઈઓ આપીને તેમની ખુશીમાં સહભાગી થઈ હતી. આ પ્રસંગે બાળકોને દિવાળીના તહેવારની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેનાથી બાળ આશ્રમમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે બાળકો સાથે તહેવારની ઉજવણી કરીને સામાજિક સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.