મોટા દહીંસરા અને વર્ષામેડી વચ્ચે ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના મોત : ઝીંઝુડા અને પીપળીયા ચાર રસ્તા પાસે અજાણ્યા વાહન હડફેટે બે બાઇક ચાલકના મોતમોરબી : મોરબી જીલ્લાનાં શનિવારની રાત ગોઝારી રહી છે. ત્રણ અકસ્માતમાં 5 લોકોના જીવ ગયા છે. એક અકસ્માત માળિયા તાલુકામાં સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. બીજા બે અકસ્માત મોરબી તાલુકાની હદમાં થયો છે. જેમાં બે લોકોના મોત થયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર માળિયાના મોટા દહીંસરા વર્ષામેડી વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષાની સામે બુલેટ અને સ્પ્લેન્ડર અથડાયા હતા. આ અકસ્માતમાં સમીરભાઈ રહેમનભાઈ મુસાણી ઉ.વ.22, રહે. મકરાણીવાસ, મોરબી, રહીમભાઈ અવેસભાઈ સંધવાણી ઉ.વ.16 રહે. કાજરડા, ઇમરાનશા સમીરશા સહમદાર ઉ.વ.18 રહે.મકરાણીવાસ, મોરબીવાળાનું મોત થયું છે. મૃતકો ઝીંઝુડા ખાતે ઉર્ષમાં જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં અબ્દુલભાઇ અબ્બાસભાઈ કાજડિયા રહે. કાજરડા ઉ.વ.30 સહિત 2ને ઇજા પહોંચી હોવાથી સારવારમાં છે. આ બનાવ મામલે માળિયા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.આ ઉપરાંત ઝિંઝુડા નજીક સોલંકીનગર પાસે બાઇક લઈને જતા લીયાક્તભાઈ અસકર શેડાતને અજાણ્યા વાહને ઠોકર મારતા તેઓનું પણ મોત થયું છે. બીજા એક બનાવમાં પીપળીયા ચાર રસ્તા પાસે બાઇક લઈને જતા હરેશભાઇ લાભુભાઈ ગણેશિયાને અજાણ્યા વાહન હડફેટે લેતા તેઓનું પણ મોત નીપજ્યું છે. આ મામલે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.