મોરબી: મોરબી જિલ્લાના રંગપરથી ખરેડા રોડ વચ્ચેથી એક બ્રાઉન કલરનું પાકીટ મળી આવ્યું હતું. આ પાકીટ રાજેશ બી. દેવમાને મળ્યું હતું. તેમણે પાકીટની તપાસ કરતાં માલુમ પડ્યું કે તે જમોડ રાહુલભાઈ ધનશ્યામભાઈનું હતું, જેઓ મૂળ બોટાદ જિલ્લાના હડદડ ગામના વતની છે. રાજેશ બી. દેવમાન દ્વારા પાકીટના મૂળ માલિક જમોડ રાહુલભાઈ ધનશ્યામભાઈને તેમનું ખોવાયેલું પાકીટ પરત કરવામાં આવ્યું છે. આ કાર્ય દ્વારા તેમણે પ્રમાણિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.