દિવાળી તહેવારોમાં મુસાફરોને ગંતવ્ય સ્થાને પહોંચાડવા 120 ડ્રાઇવર -કંડકટર ફરજ પરમોરબી : લાખો લોકોને રોજગારી પુરી પાડતા મોરબીના સીરામીક ઉદ્યોગમાં દિવાળીના તહેવારની રજાને કારણે શ્રમિકોએ વતનની વાટ પકડતા એસટી વિભાગને આવકમાં જબરો વધારો થયો છે. દિવાળી પૂર્વે જ મોરબીના જુના અને નવા બસસ્ટેન્ડમાં મુસાફરોની ભીડ ઉમટી રહી હોય મોરબી ડેપો દ્વારા પંચમહાલ, દાહોદ, રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના રૂટ ઉપર હાલમાં વધારાની બસ દોડાવવામાં આવી રહી છે. મુસાફરોના ધસારાને પગલે મોરબી ડેપોની આવકમાં દૈનિક એક લાખથી વધુનો વધારો થયો છે.સીરામીક ઉદ્યોગને કારણે મોરબીમાં દેશના તમામ રાજ્યોના શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારમાં રાજ્યના પંચમહાલ, દાહોદ, અમદાવાદ સહિતના જિલ્લાના શ્રમિકો પોતાની વતનની વાટ પકડતા હોવાથી છેલ્લા બેથી ત્રણ દિવસથી મોરબીના નવા અને જુના બસસ્ટેન્ડ ખાતે મુસાફરોની ભારે ભીડ ઉમટી રહી છે. મુસાફરોની ભીડને જોતા મોરબી વિભાગીય ડેપો દ્વારા હાલમાં દાહોદ અને પંચમહાલ રૂટ ઉપર વધારાની ટ્રીપો દોડાવવામાં આવતા મોરબી ડેપોની આવકમાં દૈનિક એક લાખથી વધુની આવક વધવા પામી છે.મોરબી આવેલા રાજકોટ એસટી વિભાગના ડિવિજનલ ટ્રાફિક ઓફિસર વી.બી. ડાંગરના જણાવ્યા મુજબ મોરબી એસટી ડેપોને દૈનિક સરેરાશ 3.5 લાખથી લઈ 4 લાખ સુધીની આવક રહેતી હોય છે. જો કે, દિવાળીના તહેવારને પગલે ટ્રાફિક વધતા હાલમાં એક્સ્ટ્રા બસના સંચાલનને કારણે ડેપોની આવકમાં દૈનિક એક લાખથી વધુનો વધારો થયો છે. સાથે જ ટ્રાફિક ઓફિસરે જણાવ્યું હતું કે, મુસાફરોને અગવડતા ન પડે અને તમામ મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચી શકે તે માટે ડેપો દ્વારા જ્યાં સુધી મુસાફરોનો ધસારો રહેશે ત્યાં સુધી જરૂરી રૂટ ઉપર વધારાની બસ દોડાવવામાં આવશે.રાજકોટ, અમદાવાદ સહિતના રૂટ ઉપર એક્સ્ટ્રા બસમોરબી આવેલા રાજકોટ વિભાગીય એસટી ડેપોના અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને કારણે હાલમાં મોટાભાગના રૂટ પર એસટી બસ ફૂલ દોડી રહી છે. જેને પગલે હાલમાં દાહોદ, પંચમહાલ, અમદાવાદ, રાજકોટ અને જામનગર સહિતના રૂટ પર વધારાની બસ દોડાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ દિવાળીની રજાના દિવસોમાં પણ મુસાફરો પોતાના નિર્ધારિત સ્થાન પર પહોંચી શકે તે માટે મોરબી ડેપોના 120 ડ્રાઇવર અને કંડકટર ફરજ ઉપર તૈનાત રહેશે.હવે બસમાં પણ કયુઆર કોડથી ઓનલાઇન પેમેન્ટ કરી શકાશેએસટી બસમાં હવે લોકો કંડકટર પાસે રહેલા ઓટીપીએલ ટીકીટ મશીન દ્વારા કયુઆર કોડથી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. આ સુવિધા ઉપલબ્ધ થતા છુટા રૂપિયાની માથાકૂટ મટી જશે.