ટંકારા: આગામી તારીખ 26-10-2025 ને રવિવારના રોજ રાત્રે 9:30 કલાકે નસીતપર ગામે પંચાયત ગ્રાઉન્ડ ખાતે મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ નસીતપરના લાભાર્થે શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ નસીતપર દ્વારા મહાન ઐતિહાસિક નાટક ' સોરઠનો સિંહ રા'નવઘણ યાને બહેન જાહલની ચિઠ્ઠી ' સાથે હાસ્ય રસીક કોમીક ' બિચારો શેઠ, ફસાયો ઠેઠ ' ભજવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવાના આ ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.