મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા ખાતે ટ્રાફિક જામની સમસ્યા દરરોજની સમસ્યા બની ગઈ છે. પીપળીયા ચાર રસ્તા પર અવારનવાર ભારે ટ્રાફિક જામ થઈ જાય છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે હાલ તહેવારના દિવસો હોય આજે સવારે 9 વાગ્યાથી ટ્રાફિકજામ થઈ ગયો હતો અને છેક બપોરે 1 વાગ્યા સુધી આ ટ્રાફિક જામ અવિરત રહ્યો હતો. આમ સવારથી ટ્રાફિકજામ થઈ જતા અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા.