મોરબી : હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર ધનતેરસ દિવાળીના પંચ પર્વની શરૂઆતનું પ્રતીક છે. આ શુભ અવસર પર માતા લક્ષ્મી, ધનના દેવતા કુબેર અને ઉત્તમ સ્વાસ્થ્યના દેવતા ભગવાન ધન્વંતરિની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. માન્યતા છે કે આ દિવસે નવી શરૂઆત કરવાથી ઘરમાં ધન-ધાન્ય, સૌભાગ્ય અને સકારાત્મકતાનો વાસ થાય છે.પંચાંગ અનુસાર, આ વર્ષે કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 18 ઓક્ટોબર 2025ના બપોરે 12 વાગ્યેને 18 મિનિટથી આરંભ થઈને 19 ઓક્ટોબરના બપોરે 1 વાગ્યેને 51 મિનિટ સુધી રહેશે. પ્રદોષ કાળના આધારે, ધનતેરસનો પર્વ 18 ઓક્ટોબર 2025, શનિવારના રોજ મનાવવામાં આવશે.આ શુભ દિવસે ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે કેટલીક વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે અને કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, જે વસ્તુઓની ખરીદીને અશુભ માનવામાં આવે છે. ● ધનતેરસ પર આ વસ્તુઓની ખરીદી અત્યંત શુભ માનવામાં આવે છેધાતુ અને આભૂષણ : સોના-ચાંદીના આભૂષણ અને ચાંદીના સિક્કાની ખરીદીને ધનતેરસ પર સૌથી શુભ માનવામાં આવે છે. તે ધન-સમૃદ્ધિમાં વધારો કરે છે.સાવરણી : આ દિવસે સાવરણી ખરીદવી અત્યંત શુભ ગણાય છે. સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ખરીદવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને લક્ષ્મીનું આગમન થાય છે.મૂર્તિઓ : દેવી-દેવતાઓની મૂર્તિઓ અથવા લક્ષ્મી-ગણેશજીની મૂર્તિઓ આ દિવસે ખરીદીને ઘરમાં લાવવી જોઈએ.વાહન અને ગેજેટ્સ : નવું વાહન તેમજ ગેજેટ્સની ખરીદી પણ આ દિવસે શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ ઘરમાં સમૃદ્ધિ, સૌભાગ્ય અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.● ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવી અપશુકનમાન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી ઘરમાં ક્લેશ અને નકારાત્મકતા લાવી શકે છે, જેમાં ચપ્પુ, કાતર અને સોય જેવી અણીદાર વસ્તુઓ આ દિવસે ખરીદવી અશુભ ગણાય છે. માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં ક્લેશ અને નકારાત્મકતા વધવાની આશંકા રહે છે. આ દિવસે ઘણા લોકો કાળા રંગની વસ્તુઓ ખરીદતા હોય છે, પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે કાળા કલરની વસ્તુ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા અને દુર્ભાગ્યનો પ્રવેશ થઈ શકે છે. આ ઉપરાંત આ દિવસે ચામડામાંથી બનેલી કોઈપણ વસ્તુ (જેમ કે બેગ, પર્સ વગેરે) ખરીદવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત પ્લાસ્ટિકના ડબ્બા કે સજાવટી સામાન જેવી વસ્તુઓ ઘરમાં લાવવાનું ટાળવું જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.(આ લેખ માન્યતાઓને આધારે લખાયો છે.)