મોરબી: મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા 'પોલીસ પ્રજાનો મિત્ર'ની વિભાવનાને સાર્થક કરતો એક માનવતાભર્યો કિસ્સો સામે આવ્યો છે. ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસના જવાનોની નજરે એક નાની બાળકી રડતી જોવા મળી હતી. પોલીસ ટીમે તાત્કાલિક બાળકીને પોતાની પાસે બોલાવી તેનું નામ-સરનામું પૂછ્યું હતું.બાળકીએ પોતાનું નામ ફરીદા જણાવ્યું હતું અને તે તેની માતાથી વિખૂટી પડી હોવાની માહિતી આપી હતી. માનવતા દાખવીને ટ્રાફિક પોલીસે તાત્કાલિક આજુબાજુના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને બાળકીના વાલીનો સંપર્ક કર્યો હતો. વાલીઓને સ્થળ પર બોલાવીને મોરબી ટ્રાફિક પોલીસે બાળકી ફરીદાને હેમખેમ તેમના માતા-પિતાને સુપ્રત કરી હતી. પોતાની દીકરીને સુરક્ષિત પરત મેળવતા વાલીઓએ મોરબી ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.