મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 18 ઓક્ટોબર ને શનિવારના રોજ 1315 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના સૌથી ઉંચા ભાવ પ્રતિ મણના 1515 રૂપિયા સુધી બોલાયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં 13 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 513 બોલાયા છે. તો બાજરાના 460 અને ચણાના 1034 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 1000, રીંગણાના 500, કારેલાના 500, ગુવારના 1400, ભીંડાના 700, ટમેટાના 460, કોબીજના 300, કાકડીના 500, લીંબુના 800, દુધીના 700 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 બોલાયા હતા.