ગાંધીનગર : મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગઈકાલે મંત્રી તરીકેના શપથ લીધા હતા ત્યારે આજે 18 ઓક્ટોબરના રોજ ધનતેરસના પાવન દિવસે કાંતિભાઈ અમૃતિયાએ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે આજે ધનતેરસના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ તથા રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાંતિભાઈ અમૃતિયાએ કાર્યભાર સંભાળી લીધો છે. ત્યારે કાંતિભાઈ અમૃતિયાને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.