મોરબી : મોરબી શહેર નજીક આવેલ અમરેલી ગામે ગત તા.28ના રોજ પોતાના ઘરમાં પડી ગયેલા દિવાળીબેન ધરમશીભાઈ ઝંઝવાડિયા ઉ.77 નામના વૃધ્ધાને પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.