હળવદ : હળવદમાં આજે માથું અને હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં રાતકડી હનુમાનજી જવાના રોડ ઉપર મેલડી માતાના મંદિર સામે આવેલ ખેતરમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે જાણ થતાં તુરંત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ મૃતદેહમાં માથું કપાયેલી હાલતમાં છે. હાથ પણ 20 ફૂટ દૂર પડ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ આ બનાવ હત્યાનો છે કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.