હળવદ : હળવદ હાઇવે ઉપર દેવળીયા ગામના પાટિયા નજીક ગઈકાલે સવારે જીજે - 36 - જે - 6139 નંબરનું બાઈક લઈને જઈ રહેલા પ્રવીણભાઈ વરમોરા રહે.નવા દેવળીયા નામના બાઈક ચાલકને જીજે - 10 - ટીવાય - 8101 નંબરના અર્ટિકા કારના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા પ્રવીણભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ બાદ કાર ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો.ઘટના અંગે મૃતકના પુત્ર હિરેનકુનાર પ્રવિણભાઇ વરમોરાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.