મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતર માં મોરબી શ્રી લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગનું 92 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયુ હતુ, તે સદ્ગતના આત્માના શાંતિ અર્થે મોરબી જલારામ ધામના અગ્રણીઓ દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ તકે મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, પ્રવિણભાઈ કારીયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, અરવિંદભાઈ સોમૈયા, જીજ્ઞેશભાઈ પોપટ, જયેશભાઈ કંસારા, જયેશભાઈ ટોળીયા, રવજીભાઈ કૈલા, દીનેશભાઈ પારેખ, કે.પી.ભાગીયા, વિપુલભાઈ પંડીત, ભાવેશભાઈ બુદ્ધદેવ, અમૃતલાલ ભોજાણી, કમલેશભાઈ ભોજાણી, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ, ભાવનાબેન સોમૈયા, નયનાબેન મીરાણી, ચંદ્રીકાબેન માનસેતા, મીનાબેન ચંડીભમર, ગાયત્રીબેન પંડીત, હર્ષાબેન રાચ્છ, પ્રિતીબેન ચંદારાણા, ઈલાબેન પોપટ, રશ્મિબેન કોટક, કાશ્મીરાબેન કારીયા સહીતના અગ્રણીઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.