મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે શહેરના રણછોડનગર વિસ્તારમાં જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા નામચીન બુટલેગર આરોપી સાગર કાંતિલાલ પલાણના ઘેર દરોડો પાડતા આરોપીના ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની સાત બોટલ કિંમત રૂપિયા 4700 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપી સાગરને ફરાર દર્શાવી પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુંન્હો નોંધ્યો હતો.