મોરબી : ધારાસભ્ય કાંતિલાલને મંત્રી પદ મળતા મોરબી શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનોએ એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. આ સાથે ઢોલ -નગારાના તાલે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયા, ભુપતભાઇ જારીયા તેમજ પૂર્વ કાઉન્સિલરો અને ભાજપના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.