બીજા ધારાસભ્યોની જેમ તેઓને પણ મંત્રી પદ માટે ફોન આવ્યોમોરબી : નવા મંત્રી મંડળ માટે એક પછી એક ધારાસભ્યને ફોન આવી રહ્યા છે. ત્યારે મોરબી- માળિયાના ધારાસભ્ય કાંતિલાલ પણ મંત્રી બનવાના છે. તેઓને ફોન આવ્યો હોવાની મોરબી શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલાએ પુષ્ટિ આપી છે.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ ગુરુવાર, 16 ઓક્ટોબરના રોજ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા હતા. ત્યારબાદ આજે સવારે 11:30 ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળના શપથગ્રહણનો કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. તેવામાં આજે ગુરુવારે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યપાલ સાથેની બેઠક મુલતવી રખાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.