સાંજે ખાતાની ફાળવણી થઈ જાય તેવી શકયતા : હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રીમોરબી : ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને રાજ્ય સરકારના મંત્રી બનાવવામાં આવ્યા છે. આજે શપથ ગ્રહણ સમારોહમાં તેઓએ રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. હવે સાંજે ખાતાની ફાળવણી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.આજે શપથ ગ્રહણ સમારોહમાં હર્ષ સંઘવીએ સૌથી યુવા વયે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, ડો. પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ઇશ્વર પટેલ, પ્રફુલ પાનસેરિયા અને મનીષા વકીલએ રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ ગ્રહણ કર્યા છે. જ્યારે કાંતિલાલ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, જયરામ ગામીતે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.