આજથી બંગલા દર્શન શરૂ, નોબત શરણાઈના શૂર લહેરાશે ટંકારા : ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નુtતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન આગામી 21 ઓક્ટોબર ને મંગળવારે યોજાશે. જેનો હરિભક્તોએ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પાતરમાં પ્રસાદ યોજાશે. ટંકારા મધ્યમાં બિરાજતા અને ગ્રામદેવતા તરીકે પૂજાતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષની ઉજવણી આજથી અગિયારસ થી શરૂ થઈ ગઈ છે. મંદિરને વિશેષ શ્રીગાર કરવામા આવ્યો છે. આજે સાંજે શ્રી હરી સમસ્ત દરબાર સાથે બંગલા દર્શનમાં બિરાજમાન થશે. સવાર-સાંજ નોબતના શૂર ગુંજશે. બેસતા વર્ષના દિવસે દાદા સન્મુખ જુદી જુદી ભાજીના શાક, સંભાર, ફળ, મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવશે. ટંકારા સહિત રાજકોટ, મોરબી, અમદાવાદ, વાકાનેર, જામનગર, મુબઈ, દેશ દેશાંતરમાં વસતા તમામ હરિભક્તો ટંકારા પધારશે.