ટંકારા: શ્રી ગૌ ગંગા ગૌ સેવા મંડળ અને શ્રી મહાકાળી મંડળ દ્વારા ગૌ સેવાના ઉમદા હેતુ માટે ટંકારા તાલુકાના બંગાવડી ગામની પવિત્ર રંગભૂમિ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આજે તારીખ 17/10/2025 ને શુક્રવારના રોજ રાત્રે 09: 00 કલાકે મહાન ઐતિહાસિક નાટક મારવાડનો ઈતિહાસ યાનેકે અમરસિંહ રાઠોડ અને સાથે દર્શકોને પેટ પકડીને હસાવતું કોમિક 'માલી મતવાલી' પણ રજૂ કરવામાં આવશે. આ આયોજન બંગાવડીના રામદેવપીર મંદિર ખાતે કરાયું છે. ત્યારે ગૌ સેવાના ધાર્મિક કાર્યની સાથે સંસ્કૃતિના જતનના આ પ્રયાસમાં બંગાવડી ગામ સમસ્ત યુવા ગ્રુપ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને હાજરી આપવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.