મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓની શપથવિધિ સંપન્નમોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓને હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ સમક્ષ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 3 તથા રાજ્ય કક્ષાના 12 પદનામિત મંત્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના કેબનેટ મંત્રીઓ કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજી ભાઇ બાવળીયા તથા રાજ્યકક્ષાના પરષોત્તમભાઈ સોલંકીને આ નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યાં છે. કેબિનેટ મંત્રી● જીતેન્દ્રભાઈ વાઘાણી● નરેશભાઈ પટેલ● અર્જુનભાઈ મોઢવાડીયા● ડૉ. પ્રદ્યુમ્નભાઇ વાજા● રમણભાઈ સોલંકીરાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી● ઈશ્વરસિંહ પટેલ● પ્રફુલ્લભાઇ પાનસેરીયા● મનિષા વકીલરાજ્યકક્ષાના મંત્રી● કાંતિલાલ અમૃતિયા● રમેશભાઈ કટારા● દર્શનાબહેન વાઘેલા● કૌશીકભાઈ વેકરીયા● પ્રવિણકુમાર માળી● ડૉ. જયરામભાઈ ગામીત● ત્રિકમભાઈ છાંગા● કમલેશભાઈ પટેલ● સંજયસિંહ મહિડા● પી.સી. બરંડા● સ્વરૂપજી ઠાકોર● રિવાબા જાડેજા