મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 17 ઓક્ટોબર ને શુક્રવારના રોજ 2175 ક્વિન્ટલ એટલે કે 10875 મણ કપાસની આવક થઈ હતી. કપાસના સૌથી ઉંચા ભાવ પ્રતિ મણના 1516 રૂપિયા સુધી બોલાયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં 158 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 540 બોલાયા છે. તો તલના 1890, મગફળીના 1076, જીરુના 3330, બાજરાના 505, જુવારના 700, તુવેરના 1260, અડદના 910, ચણાના 1054, એરંડાના 1226 અને સોયાબીનના 762 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 600, કારેલાના 450, ગુવારના 1600, ભીંડાના 800, ટમેટાના 440, કોબીજના 340, કાકડીના 500, લીંબુના 800, દુધીના 600 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 320 બોલાયા હતા.