અનેક વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનચાલકોને દંડ ફટકારાયા : સ્કાય મોલ સામે પણ આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહીમોરબી : મોરબીમાં દિવાળીના પર્વને અનુસંધાને પોલીસ દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલીંગ યોજવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી પોલીસ દ્વારા દિવાળી પર્વ અનુસંધાને આજે સાંજે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ ડીવાયએસપી પી.એ.ઝાલાની અધ્યક્ષતામાં શનાળા રોડ, બાયપાસ, ઉમિયા સર્કલ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ, એલસીબી અને એસઓજી સહિતનો સ્ટાફ જોડાયો હતો. આ વેળાએ સ્કાય મોલ સામે આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વધુમાં ડીવાયએસપી પી.એ.ઝાલા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે લોકો દિવાળીની ખરીદી કરવા નીકળે ત્યારે માસ્ક કે હેલ્મેટ પહેરેલા વ્યક્તિ શંકાસ્પદ લાગે તો ચેતીને રહેવું. જરૂર પડ્યે પોલીસનો પણ સંપર્ક કરવો.