મોરબી: ઓક્ટોબર માસની મોરબી જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકની તારીખમાં અનિવાર્ય કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. જે અનુસાર 17 ઓક્ટોબરના બદલે હવે 29 ઓક્ટોબરના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની આગામી બેઠક યોજાશે જેની સર્વેએ નોંધ લેવા મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.