મોરબી : મોરબી જિલ્લામાં કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ એચ. આઈ. વી. એઈડ્સ દ્વારા PLHIV લાભાર્થીઓ આગામી દિવાળી પર્વ સારી રીતે ઉજવી શકે તે માટે ખાસ રાશન કીટ, મીઠાઈ તથા ફટાકડાનું વિતરણ કરાયું હતું.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. પી. કે. શ્રીવાસ્તવ તથા મોરબી જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો ઓર્ડીનેટર પિયુષભાઈ જોષીના અધ્યક્ષ સ્થાન પર આજ રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે મોરબી સિવિલ હોસ્પિટલ એ. આર. ટી. સેન્ટ પર ચાલુ સારવાર હોય તેવા સગર્ભા બહનો તથા ગંગાસ્વરૂપ બહેનોને પોષણ યુક્ત આહાર માટેની રાશન કીટ તથા બાળકો માટે દીવાળી તહેવાર નિમિત્તે મીઠાઈ, ફરસાણ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ એચ.આઈ. વી એઈડ્સ મોરબી કે જે તહેવાર નિમિત્તે રાશન કીટનું વિતરણ કરે છે તથા PLHIV દર્દીઓના ફોલોઅપ માટે કામ કરી રહ્યા છે. ત્યારે આજે કરુણા ફાઉન્ડેશન દ્વારા સિરામિક એસોસિયેશનના પ્રમુખ તેમજ લોકલ દાતા દ્વારા દાન મેળવી દર્દીઓના સારા ન્યુટ્રિયન માટે રાશન કીટ અપાવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશભાઈ લાલવાણી, ઉપપ્રમુખ રાજેશભાઈ જાની, ખજાનચી જયદીપભાઈ નિમાવત, મંત્રી આશાબેન વીશોડીયા, સહમંત્રી ભાવનાબેન ચાવડા, સહ ખજાનચી હીનાબેન બારોટ, બોર્ડ મેમ્બર નીતાબેન રાજગોરે સામાજિક જવાબદારી લઈ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે સમાજ સેવા માટે જાણીતી એવી મુસ્કાન વેલ્ફેર સોસાયટીના પ્રમુખ રંજનાબેન સારડા સહિત ગ્રુપના સભ્યોએ હાજર રહી આ કાર્યમાં સહભાગી બન્યા હતા. આગામી સમયમાં આવા ભગીરથ કાર્યના આયોજન કરવાના હોય કરુણા ફાઉન્ડેશન તરફથી દાતાઓને દાન કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. કરુણા ફાઉન્ડેશન પ્રમુખ રાજેશભાઈ લાલવાણી. (મો. 7567517462), ઉપપ્રમુખ રાજેશભાઈ જાની (મો.9998732460), ખજાનચી જયદીપભાઈ નિમાવત (મો. 9428915506) નો સંપર્ક કરવા જણાવ્યું હતું.