મોરબી : તારીખ 11/10/2025ના રોજ કાંતિપુર પ્રાથમિક શાળાના આચાર્ય સંજયભાઈ ગઢવી તથા મદદનીશ શિક્ષિકાબેન પૂજાબેન ચાંચડિયાનો એકસાથે જન્મદિવસ હોય શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શૈક્ષણિક કીટ, ફુલ્સકેપ, બોલપેન આપવામાં આવી હતી તથા બાળકોએ પણ પોતાના ગુરુગણના જન્મદિવસે વર્ગખંડ શણગારી, કાર્ડ બનાવી ગુરુના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો.સાથે તમામ બાળકોને જન્મદિવસ નિમિત્તે દાબેલીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ અગાઉ પણ આચાર્ય સંજયભાઈ ગઢવીના દીકરા આરવ ગઢવી કે જે આજ શાળામાં અભ્યાસ કરે છે તેના જન્મદિવસ નિમિત્તે શાળાના તમામ બાળકો માટે વાંચન, લેખન, ગણનની FLN કીટ ભેટ આપવામાં આવી હતી. શાળામાં આવા પ્રેરણાદાયી કાર્યો થકી સૌ વાલીગણ તથા બાળકોએ રાજીપો વ્યક્ત કર્યો હતો.