તખ્તસિંહજી રોડ ઉપર રીક્ષામાં દારૂની હેરફેર કરતા ત્રણ અને લીલાપર રોડ ઉપર એક આરોપી ઝબ્બેમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડા પાડયા હતા. જેમા તખ્તસિંહજી રોડ ઉપર રીક્ષામાં 36 બોટલ દારૂ લઈને નીકળેલા સગીર સહિત ત્રણ આરોપીઓ તેમજ લીલાપર રોડ ઉપર વિદેશી દારૂની એક બોટલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે તખ્તસિંહજી રોડ ઉપર જીજે - 36 - ડબ્લ્યુ - 3409 નંબરની રીક્ષામાં વિદેશી દારૂની 36 બોટલ લઈને નીકળેલા આરોપી રવિ જિતેન્દ્રભાઈ પાલા રહે.સેન્ટમેરી સ્કૂલ પાસે, રણછોડનગર, રવિ રાજેશ પરેચા રહે.અમૃતપાર્ક, સેન્ટમેરી સ્કૂલ મોરબી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઝડપી લઈ પૂછતાછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો સાગર કાંતિભાઈ પલાણ રહે.રણછોડનગર પાસેથી મેળવ્યાનુ કબુલતા પોલીસે રીક્ષા સહિત 53,600નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસેથી આરોપી પાર્થ દિલીપભાઈ લાંઘણોજા ઉ.24, રહે.રામકૃષ્ણ સોસાયટી, સામાકાંઠા વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.