વાંકાનેર : ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતૃશ્રી વ્રજ કુંવરબેન મગનલાલ મેહતા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજ એન્ડ શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મેહતા કોમર્સ કોલેજ વાંકાનેરની વિદ્યાર્થિનીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત 53મો યુવક મહોત્સવ 'સિંદુરોત્સવ' માં વિવિધ સ્પર્ધાઓ જેમ કે સર્જનાત્મક કામગીરી, હસ્તકલા, વક્તૃત્વ સ્પર્ધા, મૂક અભિનય, દુહા, ચિત્રકામ, પોસ્ટર મેકિંગ વગેરેમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને ખૂબ ગૌરવ પૂર્વક પ્રિન્સીપાલ શીતલબેન શાહે જણાવ્યું કે, કોલેજની બી.કોમ. સેમ 5ની વિદ્યાર્થિની ઈશા ગોહેલે તારીખ 13 ઓક્ટોબરના રોજ સર્જનાત્મક કામગીરી (વેસ્ટમાંથી બેસ્ટ) માં પ્રથમ નંબર હાંસલ કર્યો હતો.ઈશા ગોહેલે મલ્ટી પર્પઝ ટ્રે બનાવી હતી જેનો ઉપયોગ રિંગ સેરેમની ટ્રે, આરતી થાળી, તથા મહેમાનોના સ્વાગત માટે તથા શુભ પ્રસંગે ઉપયોગમાં લેવાતી કંકુ તિલક ટ્રે માટે થઈ શકે. જેમાં તમામ નકામી વસ્તુઓમાંથી અતિ ઉપયોગી વસ્તુ બનાવી હતી અને સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જે બદલે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ઉપપ્રમુખ કલ્પેનદુભાઇ મહેતા, તથા તમામ ટ્રસ્ટીઓએ ખૂબ ગૌરવની લાગણી સાથે વિદ્યાર્થિની ઈશા ગોહેલ તથા તેમના માર્ગદર્શક પ્રિન્સીપાલ શીતલબેન શાહ તથા કોલેજના તમામ પ્રોફેસરને તથા તમામ સ્પર્ધક વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા હતા.