તસ્કરો મકાનમાં ચોરી કરી અન્ય આસામીનું બાઈક ચોરી ગયામોરબી : માળીયા મિયાણા તાલુકાના વેજલપર ગામમાં પાંચેક દિવસ પહેલા બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તરખાટ મચાવી ચોરી કર્યાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેમાં એક મકાનમાંથી 38 હજારની રોકડ તેમજ અન્ય એક આસામીનું તસ્કરો બાઈક ચોરી કરી ગયાનું જાહેર કરાયું છે.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વેજલપર ગામમાં ગત તા.9 ઓક્ટોબરની રાત્રીના સમયે તસ્કરોએ એકથી વધુ બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં ફરિયાદી કિશોરભાઈ અંબારામભાઈ ભોરણીયાએ તેમના મકાનમાંથી 38 હજારની રોકડની ચોરી ઉપરાંત સાહેદ ગૌતમભાઈ ભરવાડનું તસ્કરો 10 હજારનું બાઈક ચોરી ગયાનું જાહેર કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.