માળિયા (મિયાણા) : કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અંતર્ગત મોરબીના જિલ્લા ક્ષય કેન્દ્ર હેઠળના ટી.યું. માળિયાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 8 ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે 6 માસ સુધી નાનજીભાઈ કરશનભાઇ સુરાણી ( L ગ્રુપ ) દ્વારા દતક લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-2025 સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાનને વેગ મળી રહે અને મોરબી જિલ્લાનો માળિયા તાલુકો ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ મુજબ ટીબીના દર્દીઓને દતક લઈ દર્દીઓને ન્યુટ્રીશયન સપોર્ટ કરવા માટે માળિયા તાલુકાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડી.જી. બાવરવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના મેડિકલ ઓફિસર ડો. વિવેક દાવા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમ સરવડ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેના થી પ્રેરીત થઈને પ્રધાનમંત્રીના ”ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્નને સાકાર કરવા આગેકુચ કરીને આ પ્રસંગે નાનજીભાઈ કરશનભાઈ સુરાણી તેમજ તેના પુત્ર અનિલ નાનજીભાઈ સુરાણી ( L ગ્રુપ) દ્વારા માળિયા (મિયાણા) તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના 8 દર્દીને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારની ગાઈડ લાઈન મુજબ 6 મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપી હતી.