મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 16 ઓક્ટોબર ને ગુરુવારના રોજ 3365 ક્વિન્ટલ એટલે કે 16825 મણ કપાસની આવક થઈ હતી. કપાસના સૌથી ઉંચા ભાવ પ્રતિ મણના 1500 રૂપિયા સુધી બોલાયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં 261 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 554 બોલાયા છે. તો તલના 1920, મગફળીના 1084, જીરુના 3350, બાજરાના 545, અડદના 1100, ચણાના 1087 અને સોયાબીનના 755 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 600, કારેલાના 450, ગુવારના 1600, ભીંડાના 800, ટમેટાના 440, કોબીજના 340, કાકડીના 500, લીંબુના 800, દુધીના 600 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 320 બોલાયા હતા.