મોરબી : મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજય પટેલ (ઝાલરીયા)એ કલેકટરને આવેદનપત્ર આપીને વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતનાને કડદા પ્રથા અંગે રજૂઆત કરી છે અને આ અંગે યોગ્ય એજન્સી મારફતે તપાસ કરાવીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.અજય પટેલ (ઝાલરીયા)એ જણાવ્યું છે કે, માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાના કારણે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે વાદવિવાદ સર્જાય છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને વળતર મળતું નથી. જેથી ભવિષ્યમાં આવા વાદવિવાદો ઉભા ન થાય તે માટે કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા સેન્ટ્રલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન તથા નેશનલ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા આ અંગે તપાસ કરાવવામાં આવે અને લોકહિતમાં કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું છે